યાત્રા > બસ અને ટેક્ષી
નીચે આપેલા બધા રોડના અંતર લગભગ છે. અને ૧૦ - ૨૦ કિમીનો ફેરફાર હોઈ શકે. તમારી યાત્રા શરુ કરતાં પહેલા બરાબર જાણી લેવું જરૂરી છે.

ગુજરાતમાં રોડ મુસાફરીના ઘણાં બધા વિકલ્પ છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ. ટી. બસ )
ઘણી બધી બસ આ માર્ગ ઉપર જાય છે. તેના સમય પત્રક માટે જુઓ GSRTC website

પ્રાઈવેટ ટ્રાવેલ્સની બસ
ઘણી બધી પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસ આ માર્ગ ઉપર જાય છે. બસ ના સમય માટે તેમનો સમ્પર્ક કરી શકો છો. અહીં જાણીતી ટ્રાવેલ્સનાં નામ નીચે આપેલા છે.
નામ
સંપર્ક
મહાસાગર ટ્રાવેલ્સ
૯૭૨૪૩ ૩૧૧૦૬
૯૭૨૪૩ ૩૧૧૦૭
૦૨૮૫ - ૨૬૨૯૩૪૦
http://www.mahasagar.com
પટેલ ટુરીસ્ટ
૯૮૨૫૪ ૭૬૮૮૧
૦૨૮૫ – ૨૬૫૫૫૨૧
૦૨૮૫ - ૨૬૫૩૯૫૫
શુભમ ટ્રાવેલ્સ
૯૮૨૭૨ ૦૬૩૮૪
પ્રાઈવેટ ટેક્ષી
પ્રાઈવેટ ટેક્ષી વાળા ઘણાં બધા છે અને કારના ભાડા નાની કે મોટી કાર, તે ઉપરાંત કાર એ.સી છે કે નોન એ.સી. તેના પરથી નક્કી થાય છે. લગભગ રૂ. ૬/કિમી થી રૂ. ૧૦/કિમી નાની કાર માટે થાય છે. ભાડું ૨૫૦ કિમી અથવા કુલ કેટલા કિમી ફર્યા, એ બે માંથી જે વધારે હોય તેના ઉપર ગણાય છે. (દા.ત. તમે ૧૫૦ કિમી ફર્યા પણ ભાડું ૨૫૦ કિમી નું ગણાશે.)
અમદાવાદથી
અમદાવાદ થી ગિરનાર લગભગ ૬-૭ કલાક રોડની મુસાફરી છે. અમદાવાદથી ગિરનાર પહોંચવાના જુદા-જુદા રસ્તાઓ છે.

૧. અમદાવાદ – ચાંગોદર – બાવળા – બગોદરા – લીંમડી – સાયલા – ડોળીયા – રાજકોટ* - ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૩૫૦ કિમી)

*રાજકોટ બાય પાસ થઈને સીધા ગોંડલ જઈ શકાય છે.

૨. અમદાવાદ – કલિકુંડ તીર્થ (ધોળકા) – કોઠ – ગુંદી – ફેદરા – ધંધુકા – રાણપુર – પાળીયાદ – વિંછીયા – જસદણ – આટકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ – ગિરનાર (લગભગ – ૩૨૫ કિમી)

૩. અમદાવાદ – ચાંગોદર – બાવળા – બગોદરા – લીંમડી – રાણપુર – પાળીયાદ – વિંછીયા –જસદણ – આટકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ – ગિરનાર (લગભગ ૩૩૦ કિમી)

૪. અમદાવાદ – સાણંદ – વિરમગામ હાઈવે – લખતર – વઢવાણ – સુરેન્દ્રનગર – મૂળી – ડોળીયા – ચોટીલા – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ – ગિરનાર (લગભગ ૩૩૦ કિમી)
રાજકોટથી
રાજકોટ થી ગિરનાર લગભગ ૨ કલાક રોડની મુસાફરી છે. રાજકોટ થી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

૧. રાજકોટ – નાગેશ્વરતીર્થ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાયપાસ (લગભગ ૧૧૦ કિમી)

૨. રાજકોટ – નાગેશ્વરતીર્થ – ગોંડલ – જેતપુર – ધોરાજી – પાટણ વાવ – છત્રાશા – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૫૦ કિમી)

૩. રાજકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૧૦૫ કિમી)
જામનગરથી
જામનગર થી ગિરનાર લગભગ ૩ કલાક રોડ મુસાફરી છે. જામનગર થી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

૧. જામનગર – કાલાવાડ – જામકંડોરણા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૧૩૦ કિમી)

૨. જામનગર – ભાણવડ – પાનેલી – ઉપલેટા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ – ૧૭૦ કિમી)

૩. જામનગર – આરાધના ધામ – જામ ખંભાળીયા – જામ જોધપુર – બળેજ તીર્થ – માણા વદર- બટવા – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૨૧૦ કિમી)
પાલીતાણાથી
પાલીતાણા થી ગિરનાર લગભગ ૪-૫ કલાક રોડ મુસાફરી છે. પાલીતાણાથી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

૧. પાલીતાણા – ઘેટી – ગારીયાધાર – અમરેલી – બગસરા – બિલખા – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૮૦ કિમી)

૨. પાલીતાણા – ઘેટી – ગારીયાધાર – અમરેલી – ભેસાણ – રાણપુર (ભેસાણ) – વડાલ – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૮૦ કિમી)

૩. પાલીતાણા – ઘેટી – ગારીયાધાર – સાવારકુંડલા – બગસરા – બિલખા – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૧૦૦ કિમી)

૪. પાલીતાણા – સોનગઢ – આટકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૨૧૦ કિમી- હાઈવે રોડ)

૫. પાલીતાણા – મહુવા – અજાહરા – ઉના – દીવ – પ્રભાસ પાટણ – વેરાવળ – માંગરોળ – કેશોદ – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૩૫૦ કિમી)

૬. પાલીતાણા – રાજુલા – અજાહરા – ઉના – દીવ – પ્રભાસ પાટણ – વેરાવળ – માંગરોળ – કેશોદ – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ ૩૭૫ કિમી)
કચ્છથી
કચ્છ થી ગિરનાર લગભગ ૫-૬ કલાકની રોડ મુસાફરી છે. કચ્છથી ગિરનાર પહોંચવાના જુદા–જુદા રસ્તાઓ છે.

૧. કટારિયા – મોરબી – રાજકોટ – ગોંડલ – જેતપુર – જૂનાગઢ બાય પાસ (લગભગ ૨૨૫ કિમી)

૨. કટારીયા – મોરબી – ટંકારા – નિકાવા – કાલાવાડ – જામકંડોરણા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૨૧૫ કિમી)

૩. કટારીયા – ધ્રોલ – કાલાવાડ – જામ કંડોરણા – ધોરાજી – જૂનાગઢ બાય પાસ – ગિરનાર (લગભગ ૨૧૫ કિમી)